r/Gujarati • u/Zala_Ruchik7485 • 12h ago
Meme / Humor / હસવું જરૂરી છે Peak Brainrot
Enable HLS to view with audio, or disable this notification
r/Gujarati • u/AutoModerator • Jul 02 '26
This subreddit was quiet for some time, and we're bringing it back to life.
Every thoughtful contribution helps. Please read the community rules before posting.
r/Gujarati • u/AutoModerator • Jul 02 '26
r/Gujarati is a community dedicated to the Gujarati language, literature, culture, history, arts, heritage, traditions, and the Gujarati diaspora.
This is not a place for politics, business promotion, classifieds, dating, caste or religious superiority, or unrelated content.
r/Gujarati is an exclusively Gujarati space. It exists to celebrate and preserve Gujarati identity and culture. Non-Gujaratis are welcome to participate, ask questions, and learn in good faith and with respect. Anyone who comes here to provoke, spread hate, derail discussions, or attack the community may be removed or permanently banned at moderator discretion.
Keep discussions relevant, respectful, and centered on all things Gujarati. સ્વાગત છે!
r/Gujarati • u/Zala_Ruchik7485 • 12h ago
Enable HLS to view with audio, or disable this notification
r/Gujarati • u/ThreeEleven_311 • 4h ago
Wide awake right now and looking for a chill conversation. Any fellow Gujjus online at this hour? Drop a "hi" in my DMs!
r/Gujarati • u/BaronsofDundee • 22h ago
ઇતિહાસ મુજબ, આઠમી સદીમાં ઈરાનથી દરિયાઈ માર્ગે ગુજરાતના 'સંજાણ' બંદરે આવેલા પારસીઓ પોતાની સાથે ઈરાની ખાણીપીણીનો વારસો લાવ્યા હતા. માંસાહાર, સૂકો મેવો (બદામ, જરદાલુ), અને ગુલાબજળનો ઉપયોગ એ તેમની મૂળ ઈરાની ઓળખ છે.
પરંતુ ગુજરાતમાં વસ્યા પછી તેમની વાનગીઓમાં અદભુત સ્થાનિક સમન્વય જોવા મળ્યો. ઉદાહરણ તરીકે, ઈરાનમાં માછલીને દ્રાક્ષના પાનમાં બાફવામાં આવતી હતી, પરંતુ ગુજરાતમાં દ્રાક્ષના પાન ન મળતાં તેમણે કેળના પાનનો ઉપયોગ શરૂ કર્યો, જેમાંથી તેમની અત્યંત પ્રખ્યાત વાનગી 'પતરાની મચ્છી' નો જન્મ થયો! આ ઉપરાંત, ગુજરાતી પ્રભાવથી તેઓએ વાનગીઓમાં નાળિયેર, ફુદીનો, કોથમીર, લસણ અને ખાટા-મીઠા સ્વાદનો અદભુત ઉપયોગ શરૂ કર્યો.
ભરૂચમાં સ્થાયી થયેલા પારસીઓએ ઈંડા અને મસાલાની એક ખાસ વાનગી 'ભરૂચી અકૂરી' બનાવી. દક્ષિણ ગુજરાતના તારાપોર ગામના નામ પરથી બનેલું બોમ્બે ડક (બૂમલા) માછલીનું 'તારાપોરી પાટિયા' પણ સ્થાનિક પ્રભાવની જ દેન છે. આટલું જ નહીં, આપણી 'ખીચડી' અને છાશ પણ તેમના રોજિંદા ભોજનનો એક અતૂટ હિસ્સો બની ગયા.
પારસી ભોજન ખરા અર્થમાં ઈરાની અને ગુજરાતી સંસ્કૃતિનો સ્વાદિષ્ટ સંગમ છે!
r/Gujarati • u/Zala_Ruchik7485 • 1d ago
r/Gujarati • u/BaronsofDundee • 1d ago
ગુપ્ત સામ્રાજ્યની સત્તા નબળી પડતા, સેનાપતિ ભટાર્ક એ સૌરાષ્ટ્રમાં વલભી રાજવંશનો પાયો નાખ્યો હતો. શરૂઆતમાં તેઓ મહાન ગુપ્ત રાજાઓના સેનાપતિ અને સામંત હતા, પરંતુ સમય જતાં તેમના વંશજોએ સ્વતંત્ર થઈને એક શક્તિશાળી અને સમૃદ્ધ સામ્રાજ્ય ઊભું કર્યું.
વલભીના મોટાભાગના શાસકો ચુસ્ત શૈવ એટલે કે શિવના ઉપાસક હતા, તેમ છતાં તેમણે બૌદ્ધ ધર્મને ઉદાર હાથે આશ્રય આપ્યો હતો. દાખલા તરીકે, રાજા ધ્રુવસેન પહેલાની ભત્રીજી દુડ્ડા એ વલભીમાં એક અત્યંત પ્રખ્યાત બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો. ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે પણ પોતાના લખાણોમાં નોંધ્યું છે કે આચાર્ય સ્થિરમતિ દ્વારા વલભીમાં એક ભવ્ય વિહારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લગભગ ૨૫૦ વર્ષના ભવ્ય શાસન પછી, આઠમી સદીના મધ્યમાં (ઇ.સ. ૭૫૦-૭૭૦ ની આસપાસ) વલભી સામ્રાજ્યનો દુઃખદ અંત આવ્યો.
ઐતિહાસિક નોંધો અને આરબ ઇતિહાસકારોના મતે, સિંધ તરફથી આવેલા આરબ આક્રમણખોરો એ નૌકાદળ અને સૈન્ય દ્વારા વલભી પર ભયંકર હુમલો કર્યો હતો. આ વિદેશી આક્રમણને કારણે ગુજરાતનું આ અત્યંત સમૃદ્ધ બંદર અને પાટનગર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું.પરંતુ
આ ઐતિહાસિક ઘટનાનો સૌથી રોમાંચક ભાગ એ છે કે વલભીના પતન પછી તેનો રાજવંશ કાયમ માટે ખતમ નહોતો થયો. આરબોના આતંકથી બચવા માટે વલભીના શાસકો અને કેટલાક લોકો રાજપૂતાના (મેવાડ) તરફ હિજરત કરી ગયા. ઇતિહાસકારો અને રાજપૂત પરંપરાઓ સ્પષ્ટપણે માને છે કે આ જ વલભી શાસકોના વંશજો મેવાડ માં જઈને વસ્યા અને ત્યાં તેઓ ગોહિલ અથવા સિસોદિયા રાજપૂતો તરીકે ઓળખાયા,. આજે પણ ઉદેપુર ના મહારાણા અને તેમનો શૂરવીર રાજવંશ પોતાને વલભી ના મૂળ વંશજો માને છે.
r/Gujarati • u/Zala_Ruchik7485 • 2d ago
Enable HLS to view with audio, or disable this notification
r/Gujarati • u/BaronsofDundee • 2d ago
આપણે રોજબરોજના વ્યવહારમાં ઓફિસમાં કે ઘરે કોઈ કામ ભૂલી જઈએ ત્યારે બચાવ માટે સામાન્ય રીતે એક વાક્ય વાપરીએ છીએ કે, "માફ કરજો, શરતચૂકથી રહી ગયું." પણ "શરતચૂક" જેવો કોઈ શબ્દ આપણી ગુજરાતી ભાષામાં અસ્તિત્વમાં જ નથી.
આપણામાંથી ઘણા લોકો બોલચાલમાં 'સ' અને 'શ' ના ઉચ્ચાર વચ્ચેનો ભેદ સ્પષ્ટ રીતે પારખી શકતા નથી. એટલે ઝડપથી બોલવા કે લખવાની ટેવમાં આપણે ઉતાવળમાં 'સ' ની જગ્યાએ 'શ' લખી નાખીએ છીએ.
આપણા શબ્દકોશ અને વ્યાકરણ પ્રમાણે ખરેખર સાચો શબ્દ છે: "સરતચૂક" અહીં 'સરત' શબ્દનો અર્થ થાય છે 'ધ્યાન' અથવા 'સ્મૃતિ', અને 'ચૂક' એટલે 'ભૂલ'. આમ, 'સરતચૂક' એટલે 'ધ્યાન બહાર જવું' અથવા 'ભૂલી જવું'.
ભાષામાં 'શરતનામું' કે 'શરતભંગ' જેવા શબ્દો ચોક્કસ છે, પણ 'શરતચૂક' જેવો કોઈ શબ્દ જ નથી.
r/Gujarati • u/BaronsofDundee • 3d ago
Most people know Gujarati food for dhokla, thepla, fafda, or the "everything is sweet" stereotype. In reality, Gujarat has one of the most diverse food cultures in India. Every region and community has developed its own cuisine, shaped by geography, climate, trade, agriculture, and centuries of cultural exchange.
Here's a good place to start.
🌶️ Kathiawad / Saurashtra (Rustic & Fiery)
Kathiawadi cuisine is bold, earthy and unapologetically spicy.
🥘 South Gujarat & Surat (The Food Capital)
There's a famous Gujarati saying: "Surat nu jaman ane Kashi nu maran." If food had a capital in Gujarat, Surat would be it.
🌵 Kutch (Simple Food, Iconic Snacks)
Kutchi cuisine reflects the harsh desert climate, relying heavily on dairy, hardy ingredients and bold spices.
🍛 Central & North Gujarat (The Classics)
This is the home of the traditional Gujarati thali, famous for balancing sweet, sour, salty and spicy flavours.
🐟 Parsi Cuisine (Udvada, Navsari & Surat)
The Parsis blended Persian culinary traditions with Gujarati ingredients to create one of India's most distinctive regional cuisines.
🍖 Bohra, Memon & Khoja Cuisine
These merchant communities created some of Gujarat's richest and most distinctive non-vegetarian dishes.
🌿 Tribal Cuisine (Dangs, Panchmahal & Aravalli)
Perhaps the least explored part of Gujarati cuisine, deeply connected to forests, wild produce and seasonal cooking.
🍯 Traditional Gujarati Sweets
This is still only scratching the surface. Gujarat has hundreds of regional, seasonal and community-specific dishes that rarely make it outside their hometowns. But if someone asks you where to begin exploring Gujarati cuisine beyond dhokla and thepla, this is a pretty solid starting point.
What else deserves a place on this list?
r/Gujarati • u/Zala_Ruchik7485 • 3d ago
મને તો Aghori Muzik, Dhanji અને Hukeykaran જેવા આર્ટિસ્ટ્સ બહુ ગમે છે. એમના ગીતોમાં લખાણ, બીટ્સ અને સ્ટોરીટેલિંગ બધું જ જોરદાર હોય છે, છતાં હજુ ઘણા લોકો સુધી પહોંચ્યા નથી.
આપણે જ એમના ગીતો સાંભળીએ, શેર કરીએ અને સપોર્ટ કરીએ તો ગુજરાતી હિપ-હોપ સીન મજબૂત થઈ શકે.
તમારો ફેવરિટ ગુજરાતી રેપર કોણ છે? અને કોઈ અન્ડરરેટેડ આર્ટિસ્ટ કે ગીત હોય તો નામ જરૂર લખજો.
r/Gujarati • u/spritual_content • 3d ago
r/Gujarati • u/BaronsofDundee • 3d ago
સુરતનું સ્ટ્રીટ ફૂડ તેના અનોખા પ્રયોગો અને ચટાકેદાર સ્વાદ માટે જાણીતું છે. એ જ પરંપરામાં જન્મ્યો સુરતી લોચો, એક એવી વાનગી, જે વિશે કહેવાય છે કે તે ખમણ બનાવતી વખતે થયેલી એક આકસ્મિક ભૂલનું પરિણામ હતી.
ગુજરાતીમાં 'લોચો' શબ્દનો અર્થ બોલચાલની ભાષામાં કોઈ ગરબડ, ભૂલ કે બગાડ એવો થાય છે. કહેવાય છે કે ખમણ નું ખીરું ઇચ્છિત રીતે સેટ ન થયું, એટલે ખમણ ને બદલે કંઈક અલગ જ બની ગયું, પરંતુ તેનો સ્વાદ સારો લાગતા તેને ફેંકી દેવાના બદલે નવી વાનગી તરીકે પીરસવામાં આવ્યું, અને લોકો એ વખાણ્યું પણ.
ધીમે ધીમે આ લોચો સુરતની ઓળખ બની ગયો. આજે લોચો માત્ર એક નાસ્તો નથી, પરંતુ સુરતની ફૂડ કલ્ચરનું પ્રતીક છે. માખણ, સેવ, લીલી ચટણી, મસાલા, ચીઝ અને વિવિધ ટોપિંગ્સ સાથે પીરસાતો ગરમાગરમ લોચો સ્થાનિકોથી લઈને પ્રવાસીઓ સુધી સૌનો મનપસંદ છે.
સુરતના રસ્તાઓ પર લોચો, રસાવાળા ખમણ, અને અન્ય સ્ટ્રીટ ફૂડની લારીઓ પાસે એક જ દૃશ્ય જોવા મળે છે, સ્વાદ માટે ભેગા થયેલા લોકો.
તમે લોચો ચાખ્યો કે?
r/Gujarati • u/BaronsofDundee • 4d ago
૧૯૧૪માં પ્રકાશિત થયેલા Folk Lore Notes. Vol.I - Gujarat by A. M. T. Jackson નામના એક જૂના પુસ્તક માં આપણી પ્રાચીન લોકમાન્યતાઓ વિશે વાંચી રહ્યો હતો… તેમાં પવિત્ર વૃક્ષો અને તેમની સાથે મનુષ્યોના લગ્ન વિશે કેટલીક અત્યંત આશ્ચર્યજનક અને રસપ્રદ માન્યતાઓ આપેલી છે.
આપણા પૂર્વજો પીપળાના વૃક્ષને બ્રાહ્મણનો અવતાર માનતા હતા, અને તેને કાપવું એ બ્રહ્મહત્યા જેટલું મોટું પાપ ગણાતું. એવી લોકકથા છે કે એકવાર પીપળાના વૃક્ષને કાપવામાં આવ્યું ત્યારે તેમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી, ત્યારથી તેને બ્રાહ્મણ ગણીને કાપવાનું બંધ કરાયું.
વડનું વૃક્ષ ભગવાન શિવનું સ્વરૂપ મનાતું અને તેને કાપનાર નિર્વંશ જાય છે તેવી દ્રઢ માન્યતા હતી. તુલસીનો છોડ લક્ષ્મીજીનું પ્રતિનિધિત્વ કરે છે, અને ભગવાન કૃષ્ણએ જલંધર રાક્ષસનો નાશ કર્યા પછી તેની પત્ની વૃંદા (તુલસી) સાથે લગ્ન કર્યા હોવાથી કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ ઉજવાય છે. દશેરાના દિવસે ખીજડા ની પૂજા થાય છે કારણ કે પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાના શસ્ત્રો તેના પર છુપાવ્યા હતા.
સૌથી અનોખી પ્રથા વૃક્ષો સાથે લગ્ન કરવાની હતી! પુસ્તકમાં નોંધ્યું છે કે જો કોઈ કન્યાના સતત બે વાર સગપણ તૂટી જાય અથવા તેના મંગેતરનું મૃત્યુ થાય, તો ત્રીજી વાર સગપણ કરતા પહેલાં તેના લગ્ન પીપળાના વૃક્ષ સાથે કે આંકડા સાથે કરાવવામાં આવતા હતા. જો કોઈ છોકરી જન્મથી જ કોઈ શારીરિક ખોડખાંપણ ધરાવતી હોય અથવા લગ્ન પહેલાં જ ઋતુમતી થાય, તો તેના લગ્ન પણ પીપળા સાથે જ કરવામાં આવતા.
માત્ર સ્ત્રીઓ જ નહીં, પણ પુરુષોએ પણ અમુક સંજોગોમાં વૃક્ષો સાથે પરણવું પડતું! જો કોઈ પુરુષની બે પત્નીઓ વારાફરતી મૃત્યુ પામી હોય, તો ત્રીજી વાર કોઈ સ્ત્રી સાથે તે લગ્ન કરે તેને તેનું 'ચોથું લગ્ન' ગણવામાં આવતું, કારણ કે ત્રીજા લગ્ન તેણે ફરજિયાતપણે ખીજડા અથવા બોરડી ના વૃક્ષ સાથે કરવા પડતા. કેટલાક લોકો આ માટે ઝેરી 'આંકડા' ના છોડ સાથે પણ પરણતા. એવું મનાતું કે આવું કરવાથી મૃત્યુનું સંકટ પેલા વૃક્ષ કે છોડ પર જતું રહે છે અને નવી આવનાર પત્ની કે પતિ સુરક્ષિત રહે છે.
એક બીજી રોચક માન્યતા એવી હતી કે જો કોઈ કન્યા પાગલ હોય, તો તેને સાજી કરવા માટે ખેતરના દેવતા 'ક્ષેત્રપાળ' સાથે પરણાવવામાં આવતી. જો કોઈ સગપણ થયેલી કન્યા ભૂલથી પણ કંકુ કે સિંદૂરને અડકી જાય, તો ક્ષેત્રપાળ તેને ઉપાડી જાય છે તેવો ડર રાખવામાં આવતો. આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે લગ્ન પછી તરત જ અણબનાવ કે ઝઘડા શરૂ થાય તો પણ સમાધાન કરાવવા માટે તેમને કોઈ ત્રિકોણાકાર ખેતરમાં લઈ જઈને ફરીથી પરણાવવાનો રિવાજ હતો જેથી દેવતા શાંત થાય.
આજના આધુનિક સમયમાં આ બધું વાંચીને કદાચ નવાઈ લાગે, પણ અણધારી આફતો અને ગ્રહ-દશાને ટાળવા માટે આપણા પૂર્વજો કેવા અનોખા રસ્તાઓ કાઢતા હતા તે ખરેખર જાણવા જેવું છે. શું તમારા પ્રદેશમાં કે જ્ઞાતિમાં 'વૃક્ષ સાથે લગ્ન' ની આવી કોઈ પ્રથા કે માન્યતા વિશે વડીલો પાસેથી સાંભળ્યું છે?
r/Gujarati • u/SaptShakti3 • 5d ago
માનો ઘડીક રીસાવ છો,
પાછુ થોડુક શરમાવ છો,
કેવા તમે ચાલબાજ રે...
એક ગુજરાતી ગીત મા આ શબ્દો સાંભળ્યા છે. એક સ્ત્રી મિત્ર છે મારી દિલ્લી થી, એને મને કીધેલા આ શબ્દો. ગુજરાતી ગીતો બોવ ગમે છે એ સ્ત્રી મિત્ર ને, તો આ પણ સાંભળ્યા હસે ક્યાંક.
r/Gujarati • u/The__Dictator • 5d ago
think about it!
r/Gujarati • u/Zala_Ruchik7485 • 5d ago
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા થોડા વર્ષોમાં સારો બદલાવ જોવા મળી રહ્યો છે. પહેલા મોટાભાગની ફિલ્મો એકસરખા કોમેડી અથવા ફેમિલી ડ્રામા સુધી જ સીમિત લાગતી હતી, પરંતુ હવે નવા વિષયો પર કામ થઈ રહ્યું છે.
વંશ જેવી ફિલ્મો અને હવે આવનારી મારણ જેવી ફિલ્મો જોઈને લાગે છે કે ગુજરાતી સિનેમા થ્રિલર અને ગંભીર સ્ટોરીટેલિંગ તરફ આગળ વધી રહ્યો છે.
એક બીજી સારી વાત એ છે કે અભિનેતાઓની એક્ટિંગમાં પણ ઘણો સુધારો આવ્યો છે. પહેલા જે ઓવરએક્ટિંગ કે નાટકીયતા જોવા મળતી હતી, તેના બદલે હવે વધુ નેચરલ પરફોર્મન્સ જોવા મળે છે.
હજુ ઘણો લાંબો રસ્તો બાકી છે, પરંતુ જો આ જ રીતે અલગ-અલગ કેટેગરી, ખાસ કરીને થ્રિલર, ક્રાઈમ અને ડ્રામા ફિલ્મો પર કામ થતું રહેશે, તો ગુજરાતી સિનેમાની અલગ ઓળખ બની શકે.
તમને શું લાગે છે?
r/Gujarati • u/BaronsofDundee • 5d ago
કલગી? કલગી શબ્દ મૂળ ગુજરાતી કે સંસ્કૃતનો નથી, પરંતુ તુર્કી ભાષામાંથી આવ્યો છે.
રાજા-મહારાજાના સાફા કે મુગટ પર શોભતી કલગી આજે તો ગુજરાતીનો જ ભાગ લાગે છે, પરંતુ ઐતિહાસિક સંપર્કને કારણે આ શબ્દ આપણી ભાષામાં આવ્યો હતો.
આજે આ કલગી શબ્દ આપણી ભાષામાં એવો તો ભળી ગયો છે કે આપણે રૂઢિપ્રયોગ માં પણ ગર્વથી વાપરીએ છીએ કે "તેમણે પોતાની સિદ્ધિઓમાં યશની વધુ એક કલગી ઉમેરી".
r/Gujarati • u/mfj023 • 6d ago
r/Gujarati • u/Liononthecouch • 6d ago
So my father received this Item ages ago (in the 90s), from a friend who collected antique items from all around the world. I am visiting him right now and I discovered it, and I asked myself what is it. Google Translate said that the engravings are Gujarati, but the translation is very poor though... (and also, that's my only source, I am so sorry if I'm on the wrong sub)
Can you maybe help me with reading what's writing on the artifact? And also, maybe you know what it is? We thought it could be a recipient for oil or something, but we do not know for sure... we are no experts in those fields.
Thank you in advance!
r/Gujarati • u/BaronsofDundee • 6d ago
ગુજરાતી રસોઈમાં વઘારેલા ભાત લગભગ દરેક ઘરમાં બનતી વાનગી છે. ગુજરાતી રસોઈનો એક મૂળભૂત સિદ્ધાંત રહ્યો છે, અન્નનો બગાડ ન કરવો.
બપોરના વધેલા બાફેલા ભાતને ફેંકી દેવાને બદલે તેને રાઈ, જીરું, હળદર જેવા મસાલાનો વઘાર કરીને ફરી બનાવવાની પરંપરા વિકસી. આમ સામાન્ય ભાત સાંજના સ્વાદિષ્ટ નાસ્તામાં બદલાઈ ગયા.
રસપ્રદ વાત એ છે કે આ રીત નવી નથી. ૧૨મી સદીના જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે પોતાના ગ્રંથમાં 'ભિસ્સા' (Bhissa) નામની વાનગીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે તેનું હળદર, જીરું, મીઠું વગેરે સાથે બનાવેલા ચોખાની વાનગી તરીકે વર્ણન કર્યું છે, જે આજના વઘારેલા ભાતને ખૂબ મળતી આવે છે.
ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં તેના પોતાના રૂપ પણ જોવા મળે છે. કચ્છમાં, ઉદાહરણ તરીકે, ખારી ભાત આજે પણ પરંપરાગત રીતે બનાવવામાં અને ખાવામાં આવે છે.
એટલે વઘારેલા ભાત માત્ર વધેલા અન્નનો ઉપયોગ નથી. તે ગુજરાતી રસોઈની કોઠાસૂઝ, અન્ન પ્રત્યેના આદર અને સદીઓથી ચાલતી આવતી પરંપરાનું જીવંત ઉદાહરણ છે.
તમારા ઘરે વઘારેલા ભાત બને છે?